મલાડમાં વરસાદથી ઈમારત ધ્વસ્ત : 11 મૃત્યુ

મુંબઈ, તા. 10 : મુંબઈના મલાડ વેસ્ટમાં ભારે વરસાદનાં કારણે એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 18 લોકોને ઈજા પહોંચી છે. મૃતકોમાં આઠ બાળકો પણ સામેલ છે.  મૃતકો પૈકી નવ જણ એક જ પરિવારના હતા. મલાડ વેસ્ટના કલેક્ટર કમ્પાઉન્ડમાં એક ચાર માળની ઈમારત મોડી રાતે તૂટી પડી હતી. ઘટના બાદ રેસ્ક્યુ ટીમે મહિલાઓ અને બાળકો સહિત 18ને બચાવી લીધા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પીએમ મોદીએ મલાડમાં ભારે વરસાદનાં કારણે ઈમારત તૂટતાં થયેલાં મૃત્યુ ઉપર દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનેને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાનું એલાન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ધ્વસ્ત ઈમારતની બાજુમાં આવેલી એક જર્જરીત ઈમારતને સાવચેતીના ભાગ રૂપે તોડી પાડવામાં આવી હતી. ભાજપ નેતા રામકદમે કહ્યું હતું કે, મલાડ માલવણીમાં 11 લોકોના જીવ ગયા છે. આ શિવસેના શાસિત બીએમસીની બેદરકારીનાં કારણે બન્યું છે. આ ઘટના નથી, હત્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer