મહારાષ્ટ્રમાં સગીરાનુ અપહરણ કરનાર જબ્બે

ગાંધીધામ, તા. 10 : પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે મહારાષ્ટ્રમાંથી 17 વર્ષીય કિશોરીનુ અપહરણ  કરનાર  એક શખ્સને અંજારથી પકડી પાડયો હતો. થાણે જિલ્લાના કાશીમીરા પોલીસ મથકમાં 17 વર્ષની સગીર વયની કિશોરીનુ  અપહરણ થયું હોવાનો મામલો દર્જ થયો હતો. આ  પ્રકરણમાં સામેલ આરોપી  અમર ઉર્ફે ક્રિષ્ના ઉર્ફે કિશન સત્યેન્દ્ર ચૌધરી  અંજારની ભોલેનાથ સોસાયટીમાં   હોવાની પૂર્વ બાતમીના આધારે કાશીમીરા પોલીસ ટીમ અહીં આવી હતી. આ વેળાએ એલ.સી.બી. પોલીસ ટીમ પણ જોડાઈ હતી.પોલીસે અપહરણ થયેલી કિશોરી સાથે આરોપીને અંજારથી પકડી પાડયો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer