વાડીનારમાં ડીપીટી કર્મચારી ઉપર તંત્રના તબીબનો હુમલો

ગાંધીધામ, તા. 10 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હસ્તકના વાડીનાર બંદરે કાર્યરત એક કર્મચારી ઉપર તંત્રની જ હોસ્પિટલમાં એક તબીબે હુમલો કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એચએમએસ)ના અધ્યક્ષ એલ. સત્યનારાયણે જણાવ્યું હતું કે, આજે સાંજે 5.30ના અરસામાં વાડીનારની ડીપીટી હોસ્પિટલ ખાતે દવા લેવા ગયેલા હેડકલાર્ક શાંતિલાલભાઇ ઉપર એક કોન્ટ્રેક્ટ પરના તબીબે હુમલો કર્યો હતો. જોરદાર ધક્કાના કારણે આ કર્મચારીને ઇજા થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે જ્યાં પોલીસ ફરિયાદ સહિતની તજવીજ થઇ રહી છે. દરમ્યાન આ મામલે યુનિયને ઉપાધ્યક્ષ નંદીશ શુકલા તથા મુખ્ય તબીબી અધિકારી સમક્ષ રજૂઆત કરીને આ મામલે યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો છે. આ બનાવને લઇને ડીપીટી કર્મચારીઓમાં ચકચાર પ્રસરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer