અધિકારી સામે દલીલ કરો તો પશ્ચિમથી પૂર્વમાં બદલી ! અરજદારોના ભલે કામ ન થાય

ભુજ, તા. 10 : કચ્છના જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા મહેસૂલ વિભાગના દોઢ ડઝન નાયબ મામલતદાર કક્ષાના મહેસૂલી કર્મચારીઓની આંતરિક બદલીઓનો હુકમ કરાયો હતો.પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કચ્છમાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની ક્યાંક તો એ જ મામલતદાર કચેરીમાં માત્ર વિભાગ બદલવામાં આવ્યા છે.ગઇકાલે કરવામાં આવેલા બદલીના ઓર્ડરમાં 18 જણનો સમાવેશ થાય છે. અમુક તો એવા નાયબ મામલતદાર છે જેમને માત્ર છ મહિનામાં જ મનગમતી જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે.છ મહિના પહેલાં જેમની બદલી થઇ હતી એવાને પાછા જ્યાં તેમને જવું હતું ત્યાં પહોંચી ગયા છે. પરંતુ મહેસૂલી સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાયબ કલેક્ટરના કહેવા પ્રમાણે હુકમ નહીં લખીને કોઇકને ફાયદો કરાવવામાં અસંમતિ દર્શાવનારા નાયબ મામલતદારને  છેક પશ્ચિમથી પૂર્વના  ખૂણે મોકલી દેવામાં આવ્યા છે.મહેસૂલી કાયદાના પારખુ એવા અમુક જણ ઉપરી અધિકારી સામે ક્યાંક જો દલીલ કરે તો તેમને અબડાસામાંથી વાગડ બદલવામાં આવે પણ અરજદારોના કામો નહીં કરનારાની ભલે કેટલી પણ ફરિયાદો થાય કોઇ પગલાં કચ્છમાં લેવામાં આવતા નથી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer