દરિયાકાંઠા વિસ્તારમાં વધ્યો ગરમીનો પ્રભાવ : કંડલા પોર્ટ 40.1

ભુજ, તા. 10 : ચોમાસાના સત્તાવાર આગમનની જોવાતી વાટ વચ્ચે જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમીનો પ્રભાવ વધ્યો છે, તો ભેજના વધેલા પ્રમાણના પગલે જિલ્લાના અન્ય વિસ્તારોમાં ઉકળાટની અકળામણ યથાવત્ રહી છે. કંડલા પોર્ટમાં પારો ફરી 40?ડિગ્રીને પાર થયો હતો. તો કંડલા (એ.) કેન્દ્રમાં પણ મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાતાં અંજાર, ગાંધીધામ સહિત કંડલા કોમ્પલેક્સના વિસ્તારોમાં ગરમીની સાથે ઉકળાટથી અકળાયા હતા. જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો 38 ડિગ્રીએ અટકયો હતો. જિલ્લામાં સરેરાશ 10થી 20?કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના પગલે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઊડી હતી. હવામાન વિભાગના વર્તારા અનુસાર ચોમાસાના કારણે પવનની ઝડપ વધવા સહિતના વાતાવરણીય ફેરફારો જોવા મળતા હોય છે. હજુ   આ  પ્રકારનું વાતાવરણ જળવાયેલું& રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer