મ્યુકોરમાઈકોસીસના વધુ એક દર્દી દાખલ

ભુજ, તા. 10 : કોરોના બાદ મહામારીમાં ઉમેરાયેલા મ્યુકોરમાઈકોસીસના આજે વધુ એક દર્દી જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થતાં કચ્છના કુલ્લ દર્દીઓનો આંક 44 થઈ  ગયો છે. કચ્છના હાલે 35 દર્દી સારવાર માટે દાખલ છે, જે પૈકી જી.કે.માં 19 દર્દી છે. તેમાં પાંચની શત્રક્રિયા બાદ અને અન્ય 14 સારવાર હેઠળ છે. મ્યુકોરમાઈકોસીસના 16 દર્દી ખાનગી હોસ્પિટલ ઉપરાંત કચ્છ બહાર સારવાર લઈ  રહ્યા છે.અત્યાર સુધી જિલ્લાના પાંચેક દર્દીનો મ્યુકોરમાઈકોસીસે ભોગ લીધો છે. જી.કે.માંથી છ દર્દીઓને વધુ સારવાર માટે રાપર સેન્ટર મોકલાવાયા છે, તો ચાર દર્દીઓ પોતાના જોખમે રજા લઈ ગયા છે. કુલ્લ બે દર્દી સ્વસ્થ થતાં જી.કે.માંથી રજા અપાઈ છે. દાખલ થયેલા દર્દીઓમાં 14 વર્ષથી 77 વર્ષ સુધી વૃદ્ધ અને યુવાનો પણ આ મહામારીની અસર હેઠળ આવી ગયા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer