ભુજ-ગાંધીધામમાં છૂટછાટ વધી : રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો

ભુજ, તા. 10 : કોરોનાના કેરમાં સતત ઘટાડાના દોરના પગલે રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કર્યા છે ત્યારે ભુજ-ગાંધીધામમાં છૂટછાટો વધી છે. રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 9થી સવારે 6 સુધી યથાવત્ રાખી તેની અવધિ 26 જૂન સુધી વધારી છે. કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામામાં વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રાખવા, મંદિરો, બાગ-બગીચા, હોટેલ-રેસ્ટોરેન્ટ, વાંચનાલય માર્ગદર્શિકાના પાલન સાથે ખોલવા, આવશ્યક સેવાઓ ચાલુ રાખવા, એસ.ટી. અને ટ્રાન્સપોર્ટ બસ સેવા નિયત ક્ષમતા સાથે ચાલુ કરવા સહિતનો ઉલ્લેખ કરાયો છે. જાહેરનામા ભંગ બદલ નિયમોનુસારની કાયદેસરની કાર્યવાહી કરાશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer