ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં દબાણ પ્રવૃત્તિ બની નિરંકુશ

ગાંધીધામ, તા. 10 : આ પચરંગી સંકુલમાં  બિન્ધાસ્ત રીતે દબાણ પ્રવૃત્તિ ઝડપભેર વધી રહી છે. ભૂમાફિયાઓની પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવા અને ઈરાદા  નિષ્ફળ બનાવવામાં તંત્ર   નિષ્ફળ નીવડયું છે. ગુરુકુળ વિસ્તારની દબાણની સમસ્યાથી  સ્થાનિક લોકો ત્રસ્ત બન્યા છે. ગુરુકુળ યૂથ સર્કલ ક્લબે  આ અંગે પાલિકા અને જી.ડી.એ. સમક્ષ રજૂઆત કરી  હતી. ક્લબે લેખિત રજૂઆત કરતા  પત્રમાં જણાવ્યું હતું કે, ગુરુકુળ વિસ્તારમાં દબાણની પ્રવૃત્તિથી  સ્થાનિક લોકો ત્રસ્ત બન્યા છે.દબાણને કારણે  ટ્રાફિક સમસ્યાનું પણ નિર્માણ થાય છે. ગુરુકુળના ગેટ સામે  દબાણ થઈ રહ્યું છે. આ વિસ્તારમાં ચાલતી દબાણ પ્રવૃત્તિ   ઉપર રોક મૂકવાની જરૂરિયાત છે. વધુમાં તેમણે કહ્યું હતું કે   દબાણ મુદ્દે અવાર-નવાર વિવિધ તંત્રો સમક્ષ અનેક વખત રજૂઆત કરાઈ છે. અલબત્ત, આશ્વાસન સિવાય કાંઈ મળ્યું નથી. તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોની વ્યથા સમજી આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા માંગ  કરી  હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer