ખારી રોહરમાં લો-વોલ્ટેજ સહિતની વીજ સમસ્યા દૂર કરવા માગણી

ગાંધીધામ, તા. 10 : તાલુકાના ખારી રોહરમાં  વીજતંત્રને સંલગ્ન  વિવિધ સમસ્યાને લઈને ગ્રામ પંચાયતના ઉપસરપંચે પી.જી.વી.સી.વી.એલ.ના  નાયબ કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. ઉપસરપંચ સદામહુસેન લાડકે  રજૂઆત કરતાં એક પત્રમાં જણાવ્યું હતું કે, ખારી રોહર અને મચ્છુનગરના અલગ અલગ વિસ્તારમાં વારંવાર લો-વોલ્ટેજની સમસ્યા સર્જાય છે. તેમજ  આ વિસ્તારમાં વીજવાયર અને વીજપોલ જર્જરિત હાલતમાં છે. આગામી ચોમાસાંની મોસમને ધ્યાનમાં રાખીને  કોઈ   અનિચ્છનીય બનાવ ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવા તેમણે અનુરોધ કર્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer