ક્વીઝનાં માધ્યમથી છાત્રોને પર્યાવરણ અંગે સમજ અપાઇ

મુંદરા, તા. 10 : અહીંની કેલોરેક્સ પબ્લિક સ્કૂલમાં અદાણી ગ્રુપના સહયોગથી આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વાઇસ પ્રિન્સિપાલ બંદિતા રોયના માર્ગદર્શન હેઠળ શાળામાં આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસની ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અદાણી ગ્રુપ દ્વારા પર્યાવરણ નિમિત્તે પીપીટી તૈયાર કરવામાં આવી હતી અને તે પીપીટીમાં ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓને ઓનલાઇન ઝૂમ પ્લેટફોર્મ ઉપર પર્યાવરણ વિશેની માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમનું સંચાલન યકીન મીર અને રાજેશ?ઠક્કરે કર્યું હતું. વિદ્યાર્થીઓને પર્યાવરણ દિવસની માહિતી આપ્યા બાદ એક ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. અદાણી ગ્રુપ દ્વારા ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. શાળા પરિવારે અદાણી ગ્રુપનો આભાર માન્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer