ભુજમાં જિનાલયનો 15મો ધ્વજારોહણ શનિ-સોમવારે

ભુજ, તા. 10 : ભુજ કવીઓ જૈન સંઘ સંચાલિત ભગવાન મુનિસુવ્રત સ્વામી રથાકાર જિનાલય વિજયનગર અને ભગવાન મુનિસુવ્રત સ્વામી જિનાલય નવનીત નગર/કોવઇ નગર મધ્યે 15મો ધ્વજારોહણ મહોત્સવ તા.12-6 અને 14-6ના અચલગચ્છાધિપતિ ગુણસાગરસૂરિશ્વરજી મ.સા.ની કૃપાએ તપસ્વીરત્ન આચાર્ય ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદી કંચનસાગર મ.સા. (બાપા મારાજ)ની નિશ્રામાંવિધિકાર દીપકભાઇ કોઠારીના સથવારે ભક્તિમય વાતાવરણમાં ઊજવાશે.આ વિશે માહિતી આપતાં સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની ગંભીર બીમારીના કારણે સંસ્થાના ટ્રસ્ટીઓની હાજરીમાં બંને જિનાલય મધ્યે ધ્વજારોહણ કરવામાં આવશે. વિજયનગર જિનાલય મધ્યે તા. 12-6ના શનિવારે સવારે 6-30 વાગ્યે સ્નાત્ર સત્તરભેદી પૂજા, અઢાર અભિષેક અને સવારે 9-25ના શુભ મુહૂર્તે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. તા. 14-6ના સોમવારે સવારે 6-30 વાગ્યે નવનીતનગર/કોવઇનગર જિનાલય મધ્યે સત્તરભેદી પૂજા, અઢાર અભિષેક અને શુભ મુહૂર્તે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવેલે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer