માંડવી સુધરાઇએ મસ્કા ઓક્ટ્રોય ચોકડીથી મસ્જિદ સુધી પાણી પહોંચાડયું

માંડવી સુધરાઇએ મસ્કા ઓક્ટ્રોય ચોકડીથી મસ્જિદ સુધી પાણી પહોંચાડયું
માંડવી, તા 9 : શહેરની હદ વધતાં મસ્કા ગ્રામ પંચાયતમાંથી કુંભારવાડો માંડવી શહેરમાં સમાવિષ્ટ થવાથી નગર સેવા સદન દ્વારા વોર્ડ નં. 4માં મસ્કા ઓક્ટ્રોય ચોકડીથી કુંભારવાડા મસ્જિદ સુધી સ્વભંડોળમાંથી અંદાજિત રૂા. 15, 47, 946નાં ખર્ચે 160 એમ.એમ.ની પી.વી.સી. પાણીની લાઈન સાથે જુદી જુદી શેરીઓમાં 90 એમ.એમ.ની પી.વી.સી. પાણીની લાઈન પાથ2વામાં આવતાં આ વિસ્તારના નાગરિકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે નગર અધ્યક્ષા હેતલબેન સોનેજીના હસ્તે વાલ્વ ખુલ્લો મૂકવામાં આવતાં 80 ઘરને પાણીનાં જોડાણ આપવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે અધ્યક્ષા હેતલબેન સોનેજીએ તમામ યોજનાઓનો લાભ શહેરના છેવાડાના નાગરિકોને મળી રહે તે માટે માંડવી નગ2પાલિકાની પ્રવર્તમાન બોડી સજ્જ છે અને તમામ વિસ્તારોનો સર્વાંગી વિકાસ થાય તે માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. નળ જોડાણ આપવામાં આવતાં રહેવાસીઓએ આનંદની લાગણી સાથે આભારની લાગણી વ્યક્ત કરેલી હતી. આ પ્રસંગે રહેવાસીઓ દ્વારા અધ્યક્ષા સોનેજી, કારોબારી ચેરમેન જીજ્ઞાબેન હોદા2, વોર્ડ નંબ2 4ના નગર સેવકો કસ્તૂરબેન દાતણિયા, જશુબેન હિરાણી, હનીફ જત, વિશાલ ઠક્કર તથા હરેશ વિઝોડા, અબ્દુલ્લા ઓઢેજા, ક્રિષ્નાબેન ટોપરાણી, પારસ માલમ, ગીતાબેન સોની, મસ્કાના સ2પંચ કીર્તિ ગોર, માંડવી નગ2પાલિકાના પાણી લાઈનમેન રાયશી મહેશ્વરી વગેરેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શકીનાબેન રમજુ, જમીલાબેન દાઉદ, ઈમ2ાન સલીમ, ઓસમાણ દાઉદ, હલીમાબેન હશન, કાદર જુસબ, સિધિક કુંભાર, જલુબાઈ વલીમામદ, લાલજી કોલી, દેવશી મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer