ગળપાદર જેલમાં કોરોના વિરુદ્ધની રસી આપવાનું કાર્ય સંપૂર્ણ સંપન્ન

ગળપાદર જેલમાં કોરોના વિરુદ્ધની રસી આપવાનું કાર્ય સંપૂર્ણ સંપન્ન
ભુજ, તા. 9 : ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે આવેલી જિલ્લા જેલના તમામ કેદીઓની સાથે સ્ટાફ કર્મચારીઓએ બીજો વેક્સિનનો ડોઝ લઈને 100 ટકા કામગીરી તરફ ડગ માંડયું હતું. જેલના અધીક્ષક ડી.એમ. ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જેલમાં અત્યારે પુરુષ અને મહિલા કેદી તથા કાચા-પાકા મળીને 298 જેટલા થાય છે અને સ્ટાફના 36 જણ ફરજજ બજાવી રહ્યા છે. જેમનામાંથી 253 જેટલા બંદીવાનોને બીજો ડોઝ અપાઈ ગયો છે અને બાકીના 18થી 45વાળા કેદીઓને પ્રથમ ડોઝ આપવાની કામગીરી કરાઈ છે. જ્યારે સ્ટાફના તમામ ભાઈ-બહેનોએ બીજો ડોઝ લઈ લીધો છે. એટલે 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. કોરોનાની પ્રથમ લહેરમાં જેલમાં સંક્રમિતોની સંખ્યા હતી પણ બીજી લહેરમાં કોરોનાની મહામારીથી ગળપાદર જેલ બચી હતી. ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી દિનેશ સુતરિયા અને આરોગ્યની ટીમ દ્વારા વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ હતી. અધીક્ષક શ્રી ગોહેલની સાથે જેલ ડો. ડી.એમ. ભદ્રા, જેલર એ.વી. ઝાલા સહયોગી રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer