કુકમા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં 50 હજાર વૃક્ષો વાવવા નિર્ણય

કુકમા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં 50 હજાર વૃક્ષો વાવવા નિર્ણય
કુકમા (તા. ભુજ), તા. 9 : અહીંની જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં ચોમાસામાં વનીકરણ કરવા માટે પંચાયત કચેરીમાં સરપંચ કંકુબેન વણકરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયા હતા. 50 હજાર જેટલાં વૃક્ષો કુકમા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા અલગ-અલગ વિસ્તારમાં જેમાં વણકર સ્મશાન, ક્રિકેટ ગ્રાઉન્ડથી કરી લેરિયા હનુમાન ટેકરી સુધી, નદીની પાળે, હનુમાન ટેકરી, ગામડિયો ડુંગર, દાતાપીર ડુંગર, કબ્રસ્તાન, હિન્દુ સ્મશાન તેમજ હિન્દુ સ્મશાન જતો રોડ, મતિયાદેવ, આશાપુરા ડુંગર, અવધનગર, બોરડી ડુંગર નંબર-1, બુધ ઉપવન ડુંગર નંબર-2 કુકમા ગામના અલગ-અલગ જગ્યાએ વનીકરણ,  સહયોગ વન તથા સાર્વજનિક ચોકમાં વગેરે જગ્યા પર વૃક્ષો વાવવામાં આવશે. 15,000 જેટલા બીજ દ્વારા વૃક્ષો વાવવામાં આવશે તેમજ આ કામ માટે અલગ-અલગ કામગીરી અને ખર્ચની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. આ બેઠકમાં નરેન્દ્રભાઈ ચાંસિયા, સા. ન્યાય સમિતિ ચેરમેન અમૃતભાઈ વણકર, એગ્રોસેલમાંથી ખુશાલભાઈ, શ્રી વારિયા, વિશાલભાઈ, જીતુભાઈ, બુદ્ધાભાઈ, અશ્વિનભાઈ હાજર રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer