કચ્છમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

કચ્છમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી
ભુજ, તા. 9 :વિશ્વ પર્યાવરણ દિનની કચ્છમાં ઠેરઠેર ઉજવણી કરાઇ હતી.અલગ-અલગ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.ભુજની ભાગોળે પાલારા ખાસ જેલના અધીક્ષક રાજેન્દ્રસિંહ રાવ, જેલર ઘનશ્યામભાઇ અગ્રાવત, ઇન્ચા. જેલર-કિશોરસિંહ ઝાલા સાથે જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ તેમજ લોહાણા મહા પરિષદના કાર્યકરો દ્વારા જેલ  પરિસરમાં પર્યાવરણની જાળવણી હેતુ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જેલ સ્ટાફ મિત્રો મહેશભાઇ મકવાણા, પ્રશાંતભાઇ ટાંક, રત્નદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ ચૌધરી, મયૂરસિંહ રાજપૂત, પ્રીતેશ જોશી વિ.એ જહેમત ઉઠાવી હતી. વિશેષમાં જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ દ્વારા જેલ ખાતે ગૌશાળામાં ગાયોને ઘાસચારો આપી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. જેવીસી ટ્રસ્ટ ગાંધીધામ અને પહેચાન ગ્રુપ દ્વારા અંબાજી નગર-4 વરસામેડી ખાતે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે વિવિધ વૃક્ષોનું રોપણ કરાયું હતું. જેવીસી ટ્રસ્ટ સ્થાપક પારૂલ સોની એડવોકેટ, પ્રમુખ યોગેશકુમાર સોની અને પહેચાન ગ્રુપ સ્થાપક મનીષા ગોયલ, વિશાલ ગોયલ, પૃથ્વી સોની, મોડલ રાહુલ ચંચલાની અને હાર્દિક ઝાલાએ મંદિર પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષના છોડનું રોપણ જેમીલખાન (અગ્રવાલ ટિમ્બર)ના સહયોગથી કરાયું હતું. મંદિરના પૂજારી વિકમભાઇ પંડયાએ સહયોગ આપ્યો હતો. ભુજ તાલુકાના લેર ખાતે આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની આશાપુરા પર્ફોકલે લિમિટેડ કંપની દ્વારા 1000 વૃક્ષો વાવી ઉજવણી કરી સાથેસાથે વરસાદી ઋતુ દરમ્યાન કંપની દ્વારા 4000 વૃક્ષો વાવી અને તેનું જતન અને જાણવણી કરવા સર્વે કંપનીના સ્ટાફ મિત્રો વચનબદ્ધ થયા હતા. આ ઉજવણીનું માર્ગદર્શન કંપનીના પ્લાન્ટ હેડ જયેશભાઇ ઠાકર તેમજ હસમુખભાઇ બાંભણિયા અને એચ.આર. વિભાગના હેડ ડી.એસ. ત્રિપાઠીએ કર્યું હતું. વિરેનભાઇ ગોર, હરેશભાઇ મોગા, અભયભાઇ ઝાલા, નવનીત ચાંડેરા, અમિત દાસ અને તેમની ટીમ સહયોગી રહી  હતી. નલિયા ખાતે જંગલ ખાતા દ્વારા પીંગલેશ્વર ગૌશાળામાં પરિક્ષેત્ર વન અધિકારી આર.ડી. ગઢવી, આર.કે. સોઢા વિ.એ અને સ્ટાફ દ્વારા 100 રોપાનું વાવેતર કરાયું હતું. આસપાસનાં ગામો રામપર (ગઢ), કમન, કડુલી, બેરા, આધાપર સહિતના ગામોમાં 1000થી વધુ રોપાઓઁનું વિતરણ કરાયું હતું. ગૌશાળામાં ટ્રસ્ટીઓ દ્વારા પણ વાવેતર કરાયું હતું. કોઠારાની સિલ્વર પાર્ક સોસાયટીમાં વૃક્ષારોપણ કરાયું હતું. પાળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં તુલસી તથા ફૂલ છોડના 150 જેટલા રોપાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પર્યાવરણ જાગૃતિ ગ્રુપના દામજીભાઇ ચૌહાણ, રાજેશ પેથાણી, વનરાજસિંહ જાડેજા, તુલસીગર ગોસ્વામી, કિશોરસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા વિ.એ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ અને રોપાઓનું વિતરણ કર્યું હતું. કોટેશ્વર ખાતે  બી.એસ.એફ. બી.ઓ.પી. દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત મોટી છેર ખાતે એસીઓ અનિતા કુમારી તેમજ સાથી જવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer