આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ : 148 વર્ષ બાદ સર્જાશે અદ્ભુત સંયોગ

નવી દિલ્હી, તા. 9 : આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આવતીકાલે થશે. સૂર્યગ્રહણ દરમ્યાન ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની મધ્યમાં હશે. આ પહેલાં 26 મેના વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થયું હતું. આવતીકાલનું સૂર્યગ્રહણ એટલા માટે ખાસ છે કેમકે 148 વર્ષ બાદ શનિ જયંતીનો યોગ પણ બની રહ્યો છે. ભારતમાં આ સૂર્યગ્રહણ બધી જગ્યાએ નજર આવશે નહીં.દેશમાં આ સૂર્યગ્રહણ તમામ જગ્યાએ દેખાશે નહીં પરંતુ આ નજારાને અંતિમ સમયમાં થોડા જ વખત માટે લદ્દાખની ઉત્તર સીમાઓ અનેઅરુણાચલ પ્રદેશની દિબાંગ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીથી સાંજે આશરે પાંચ વાગીને બાવન મિનિટે નિહાળી શકાશે.આવતીકાલનું સૂર્યગ્રહણ એટલા માટે પણ વિશેષ છે કેમકે શનિ જયંતી પર ગ્રહણનો યોગ 148 વર્ષ બાદ બની રહ્યો છે. આ અગાઉ શનિ જયંતી પર સૂર્યગ્રહણ 26 મે-1873ના થયું હતું.નાસા અનુસાર 10 જૂનના થનારું સૂર્યગ્રહણ `રિંગ ઓફ ફાયર'ની જેમ નજરે પડશે. આ દરમ્યાન ચંદ્રમા પૃથ્વી પર પહોંચનારા સૂર્ય કિરણોને રોકી નાખે છે જેને કારણે પૃથ્વી પરથી સૂર્યનો નજારો ચમકતી વીંટી જેવો દેખાશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer