વાગડનાં સરહદી ગામોને નર્મદા નીર ફાળવણીમાં અન્યાય

ભુજ, તા. 9 : વાગડના સરહદી ગામોને નર્મદા નીરની ફાળવણીમાં અન્યાય કરવા સાથે ભેદભાવભરી નીતિ અપનાવાઈ છે. ત્યારે જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં લવાય તો ઉગ્ર લડત છેડવાની ચીમકી મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં આપવામાં આવી છે.બેલાના જેઠાભાઈ ભલાભાઈ સોલંકીએ કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર પ્રાંથળ અને ખડીર વિસ્તારના 40 સરહદી ગામો ખેતી-પશુપાલન વ્યવસાય પર નિર્ભર છે. ત્યારે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ન ફાળવાતા આ વિસ્તારના ખેડૂતો-પશુપાલકોની હાલત કફોડી બનશે.સૂચિત સમસ્યાનું ત્રણ માસમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો નર્મદા કેનાલના મુખ્ય પુલ પર ધરણા પર બેસવા સાથે જરૂર પડયે એથીય વધુ આકરી લડત છેડવાની તૈયારી હોવાનું અરજદારે પાઠવેલી રજૂઆતમાં જણાવાયું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer