ગરડા વિસ્તારની 108 એમ્બ્યુલન્સ છેક અંજાર ફાળવી દેવાતાં હાલાકી

નલિયા, તા. 9 : અબડાસાના ગરડા વિસ્તાર માટે ઉપયોગી એવી 108 એમ્બ્યુલન્સ સેવા વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બદલે અન્યત્ર?ખસેડાતાં તાકિદના સમયે આ એમ્બ્યુલન્સ નલિયા, દયાપર કે જખૌથી આવે છે પણ તેમાં વિલંબ થતાં લોકોને ખાનગી વાહન કરી સારવાર લેવા જવું પડે છે.આ અંગે ગરડા વિસ્તારના અગ્રણી અને માજી જિ.પં. સદસ્ય અનુભા પી. જાડેજાએ સત્તાવાળાઓને પાઠવેલાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલે ગરડા વિસ્તારમાં બિમારીની સાથે સાથે સર્પદંશના બનાવોમાં પણ?વૃદ્ધિ નોંધાઇ છે.વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હવાલે 108 વાહન મુકાયું હતું જે ગરડા વિસ્તારના વાયોર, વાગોઠ, નાની-મોટી ચરોપડી, અકરી, ફુલાય, વાઘાપદ્ધર, ગોલાય, મોહાડી, ભારાવાંઢ, ભંગોડીવાંઢ, ગોયલા, મોખરા, જંગડિયા સહિતના ગામોને તાકિદના સમયે વાયોર ખાતે રહેલું 108 વાહન ઉપયોગી હોવાની સાથે આશીર્વાદરૂપ હતું. હવે તાકિદના સમયે કોલ કરતાં ગરડા વિસ્તારમાં આ વાહન વિલંબથી પહોંચે છે. ગંભીર કેસોમાં 108 એમ્બ્યુલન્સ સેવાની રાહ જોવાના બદલે અસરગ્રસ્તને ખાનગી વાહનનો આશરો લેવો પડે છે, પરિણામે ગરીબ લોકોને ખોટા આર્થિક ખર્ચમાં ઉતરવું પડે છે.આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સિમેન્ટ કંપનીઓના કારણે ફૂલ્યોફાલ્યો છે ત્યારે બિમારીની સાથે સાથે અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. જેને પગલે ઘણી વખત ખાનગી વાહન પણ ભાડે મળતું નથી. આવી પરિસ્થિતિમાં વાયોર પીએચ.સી.ના હવાલે 108 વાહન મૂકવાની માગણી સાથે વાયોરનું વાહન ઠેઠ અંજાર મોકલી દેવાયું હોવાનું પણ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer