કાળઝાળ તપતાં કચ્છમાં સમયસર મેઘસવારી પહોંચવાના સંજોગ

ભુજ, તા. 9 : નૈઋઍત્યના ચોમાસાએ તેના નિયત સમયથી વહેલી ગુજરાતમાં પધરામણી કરી દીધી છે. મુંબઇની સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ મારફત ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે ત્યારે કચ્છમાં પણ એકાદ સપ્તાહમાં ચોમાસાનું સત્તાવાર આગમન થાય તેવા ઉજળા સંજોગો સર્જાયા છે. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે વિગતો આપતાં કહ્યું કે, આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ?ગુજરાત અને તે પછી રાજ્યના અન્ય વિસ્તારોમાં નૈઋઍત્યના ચોમાસાનો સત્તાવાર પ્રવેશ થશે.કચ્છમાં સામાન્ય રીતે 15થી 20 જૂન વચ્ચે ચોમાસું દસ્તક દેતું હોય છે ત્યારે ચોમાસાના આગમનમાં આ સમયગાળો જળવાય તેવું લાગી રહ્યું છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શુક્ર-શનિ હળવાં-મધ્યમ વરસાદની શક્યતા વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે  હાલ તીવ્ર ગતિએ પવન ફૂંકાઇ રહ્યાનું પણ હવામાન અધિકારીએ વિગતો આપતાં કહ્યું હતું.દરમ્યાન, જિલ્લામાં બફારા-ઉકળાટનો દોર જળવાયેલો રહેતાં લોકો પરસેવે રેબઝેબ થઇ આકુળવ્યાકુળ બન્યા હતા. કંડલા પોર્ટ 39.7 ડિગ્રીએ ડીસા બાદ રાજ્યનું બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું.  કંડલા (એ.)માં 39.2 અને ભુજમાં 37.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જિલ્લામાં સરેરાશ 10થી 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં ખાસ કરીને બપોરના સમયે તો ધૂળની ડમરી ઊડી હતી.નોંધનીય છે કે, જિલ્લામાં ગત વર્ષ જૂનના પ્રથમ પખવાડિયામાં જ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી તો વરસાદના સત્તાવાર આગમન પૂર્વે જ માંડવી ભારે વરસાદથી તરબોળ થઇ?ગયું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer