એક મહિનામાં કોરોના રિકવરી રેટ 25 ટકા વધ્યો

ભુજ, તા. 9 : કચ્છમાં કોરોનાની બીજી લહેર ઘાતક પૂરવાર થયા બાદ હવે સંક્રમણનો દોર સતત ઘટતાં રાહત જોવા મળી રહી છે ત્યારે એક માસ પૂર્વે કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે પહોંચતાં રિકવરી રેટ કોરોનાકાળ અત્યાર સુધીના 64.96 ટકાના તળિયાના આંકે પહોંચી ગયા બાદ છેલ્લા 20 દિવસથી કેસમાં ઘટાડો થવા સાથે સાજા થયેલા દર્દીઓનો આંક ઊંચકાતાં એક માસના ગાળામાં કોરોના રિકવરી રેટમાં 25 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર રીતે જારી કરાતા આંકડા પર એક નજર કરીએ તો ગયા મહિને 65 ટકાએ અટકેલો રિકવરી રેટ હવે વધીને 90 ટકાના આંકે પહોંચી ગયો છે. માર્ચ માસ પછી પહેલીવાર એવું બન્યું છે કે સાજા થવાનો દર 90 ટકાના આંકે પહોંચ્યો છે.  આ એક માસના ગાળામાં નવા સંક્રમિતોની સંખ્યામાં 2420નો વધારો થયો છે. જ્યારે આ ગાળામાં 4690 દર્દીઓએ સાજા થઇને કોરોનાને મહાત આપી છે. મહત્ત્વની બાબત એ પણ જોવા મળી કે સક્રિય કેસમાં 2267નો ઘટાડો થયો છે અને એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચી ગયા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer