અંજારના યુવાનનો મોબાઈલ પોલીસે જપ્ત કરી લીધો

ગાંધીધામ, તા. 9 : અંજારના યુવાને સોશિયલ મીડિયા ઉપર બાળઅશ્લીલ વીડિયો અપલોડ કરતાં પોલીસે તેનો મોબાઈલ જપ્ત કર્યો હતો. અંજારની સ્થાનિક પોલીસે ભુજના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાંથી ટિપ લાઈન મળી હતી. જેના આધારે દબડા વિસ્તારમાં રહેનારા વિજય બાબુ સથવારા નામના યુવાનને પોલીસ મથકે બોલાવાયો હતો. આ યુવાને ફેસબુક ઉપર ઓનલાઈન બાળ અશ્લીલ વીડિયો મૂક્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ટિપલાઈન સાથે આવેલી સીડીમાં રહેલો બાળ અશ્લીલ વીડિયો તેને બતાવવામાં આવ્યો હતો અને તેના મોબાઈલની તપાસ કરવામાં આવી હતી. પરંતુ અશ્લીલ વીડિયો મળી આવ્યો ન હતો. તેનો મોબાઈલ જપ્ત કરી એફ.એસ.એલ. કચેરી ખાતે તપાસ અર્થે મોકલવા પોલીસે તજવીજ હાથ ધરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer