કોરોના સંક્રમિતો સતત બીજા દિવસે વધ્યા

ભુજ, તા. 9 : કચ્છમાં કોરોના સંક્રમણ ધીરે ધીરે ટાઢું પડી રહ્યું છે. જો કે સંક્રમિતોના આંકમાં ફરી ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો હોય તેમ સોમવારે એકલ આંકમાં પહોંચેલા કેસના આંકમાં સતત બીજા દિવસે વધારો થયો છે. જિલ્લામાં બુધવારે નવા 13 કેસ નોંધાયા તેની સામે 195 દર્દીઓએ સ્વસ્થ થઇ કોરોનાને મ્હાત આપી છે તો લગભગ ત્રણેક માસ બાદ સક્રિય કેસ 1000થી નીચેના આંકે પહોંચી 951 પર અટક્યા છે. ગાંધીધામ, લખપત અને રાપર કોરોના વિહોણા રહ્યા હતા.ભુજમાં નવા 3 કેસ સામે 72, અબડાસામાં 2 સામે 13, અંજારમાં 2 સામે 14, ભચાઉમાં 1 સામે 15, માંડવીમાં 2 સામે 24, મુંદરામાં 2 સામે 11, નખત્રાણામાં 1 કેસ સામે 10 દર્દીઓ સાજા થયા હતા. રાપર, ગાંધીધામ અને લખપતમાં અનુક્રમે 16, 5 અને10 દર્દીઓ સ્વસ્થ થયા હતા.જિલ્લામાં મોતનો આંક 281 પર સ્થિર રહેવા સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 12476 અને સાજા?થયેલા દર્દીઓની સંખ્યા 11407 પર પહોંચી છે.કોરોના કેસમાં સતત ઘટાડાના દૌર વચ્ચે રિકવરી રેટ હવે 91 ટકાને પાર થઇ ગયો છે.જાણકારોનું માનીએ તો જો સંક્રમિતો અને સાજા થતા દર્દીઓની સંખ્યાનો આંક આ જ પ્રમાણે જળવાયેલો રહેશે તો ફેબ્રુઆરી માસ બાદ કચ્છ ફરી એકવાર કોરોના મુકિતના આંકની નજીક પહોંચી જાશે.- હજુ 76 દર્દીઓ ગંભીર : સંક્રમણના ઘટતા પ્રભાવ વચ્ચે હજુ 76 દર્દીઓ વેન્ટિલેટર, બાયપેપ પર સારવાર હેઠળ છે. જિલ્લા તંત્રની યાદી અનુસાર 3662ની ક્ષમતા સામે 1587 ઓક્સિજનવાળા, 1326 સાદા અને 173 વેન્ટિલેટર-બાયપેપ મળી 3086 બેડ દર્દીઓ માટે ઉપલબ્ધ છે. - 18+ માટે કોવેક્સિનના બીજા ડોઝનો આજે અને કાલે છ વાગ્યે સ્લોટ ખૂલશે : 18થી 44 વર્ષની વયજૂથના યુવાનોએ  10મી મેથી તા. 14 વચ્ચે કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો તેમને આગામી શુક્ર અને શનિવાર તા. 11 અને 12ના કોવેક્સિનનો બીજો ડોઝ અપાશે.બીજો ડોઝ મેળવવા માટેનો સ્લોટ તા. 10 ગુરુવારે અને તા. 11 શુક્રવારે  સાંજે 6 વાગ્યે ખૂલશે. પહેલો ડોઝ 10થી 14 મે વચ્ચે અંદાજે 4થી સાડા ચાર યુવાનોએ  લીધો હતો તેવું જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું. દરમિયાન જિલ્લામાં બુધવારે 18થી 44 વર્ષમાં 4502 અને 45 વર્ષથી વધુમાં 921 લોકોને રસી અપાતાં કુલ રસી લેનારા લોકોની સંખ્યા 3.32 લાખ પર પહોંચી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer