ક્રોઝિસેક, સાકારી સેમિ ફાઇનલમાં

પેરિસ, તા. 9 : લાલ માટી પર રમાઇ રહેલી વર્ષની બીજી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનના મહિલા સિંગલ્સમાં બિન ક્રમાંકિત ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન આજે પણ યથાવત રહ્યંy હતું. ગઇકાલે સ્લોવોકિયાની 8પમા નંબરની ખેલાડી તમારા ઝિદાનસેક સેમિ ફાઇનલમાં પહોંચી હતી. હવે આજે ઝેક ગણરાજ્યની ખેલાડી બારબરા ક્રોઝિસેક સેમિ ફાઇનલમાં પહોંચી છે. આજે રમાયેલા ત્રીજા કવાર્ટર ફાઇનલ મેચમાં કોઝિસેકે અમેરિકાની 17 વર્ષીય કિશોરી કોકો ગોફ સામે 7-6 અને 6-3થી જીત મેળવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આથી 24મા ક્રમની કોકો ગોફની ફ્રેંચ ઓપનની સફર સમાપ્ત થઇ છે. જ્યારે 33મા ક્રમની ક્રોઝિકોવા અંતિમ ચારમાં પહોંચી છે. જ્યારે વર્તમાન ચેમ્પિયન પોલેન્ડની ખેલાડી ઇગા સ્વિતેક સામેના કવાર્ટર ફાઇનલ મેચમાં 17મા ક્રમની ગ્રીક ખેલાડી મારિયા સાકારીનો 6-4 અને 6-4થી વિજય થયો છે અને તે પહેલીવાર સેમિમાં પહોંચી છે. પુરુષ વિભાગમાં જર્મનીનો યુવા ખેલાડી એલેકઝાંડર જ્વેરેવ પહેલીવાર ફ્રેંચ ઓપનના સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે. જ્યાં તેનો સામનો ગ્રીસના પ્રતિભાશાળી ખેલાડી સ્ટેફનોસ સિટસિપાસ સામે થશે. બન્નેને ભવિષ્યના સ્ટાર ખેલાડી માનવામાં આવે છે. પાંચમા ક્રમના સિટસિપાસે બીજા ક્રમના રૂસી ખેલાડી ડેનિલ મેદવેદેવને 6-3, 7-6 અને 7-પથી હાર આપી હતી. જ્યારે જ્વેરેવે 46મા ક્રમના ખેલાડી અલેજાંદ્રો ડેવિડોવિચને 6-4, 6-1 અને 6-1થી હાર આપીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. સિટસિપાસ 22 અને જ્વેરેવ 24 વર્ષનો છે. રોલાન્ડ ગેરોસ પર સેમિ ફાઇનલમાં બન્નેની ટક્કર રસપ્રદ બની રહેશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer