રોબિન્સન વિવાદના છાંટા ઇંગ્લેન્ડના બીજા ક્રિકેટરો પર ઉડયા

લંડન, તા.9: નવોદિત ઝડપી બોલર ઓલિ રોબિન્સનની જૂની વિવાદિત વંશીય ટિપ્પણીનો વિવાદ ઇંગ્લેન્ડની ટીમ માટે હવે માથાના દુ:ખાવા સમાન બન્યો છે. હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) લિમિટેડ ઓવર્સના કેપ્ટન ઇયોન મોર્ગન અને વિકેટકીપર જોસ બટલરના ભારત વિરુદ્ધની જૂની વંશીય ટિપ્પણીઓની તપાસ કરી રહ્યંy છે. ઇસીબીએ કહ્યંy છે કે પ્રત્યેક મામલાનો વ્યક્તિગત આધારે વિચાર કરવામાં આવશે. બટલર અને મોર્ગને તેમની જૂની પોસ્ટમાં ભારતીયોની મજાક ઉડાવવા માટે `સર'નો ઉપયોગ કર્યો હતો જ્યારે ઓલિ રોબિન્સન તેના 2012-13ના વિવાદાસ્પદ ટ્વિટ મામલે હાલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સસ્પેન્ડ થયો છે. રોબિન્સનના મામલે વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઝડપી બોલર અને કોમેન્ટેટર માઇકલ હોલ્ડિંગે ઇસીબીની કાર્યવાહીનું સમર્થન કર્યું છે. જો કે તેમણે ઇસીબીને અપીલ કરી છે કે આ મામલો જલ્દીથી પૂરો કરે. જેથી રોબિન્સનના જીવન પર ગેરજરૂરી અસર ન પડે. બીજી તરફ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને રોબિન્સનની જૂની ભૂલને માફ કરવાની વાત કરી છે. અશ્વિન કહે છે કે તેણે ભૂલ સ્વીકારી છે. તેને ફરી તક મળવી જોઈએ. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer