વિદેશી ધરતી પર ડબલ્યુટીસીમાં ભારતનો દેખાવ ન્યુઝીલેન્ડ કરતાં સારો

સાઉથમ્પટન, તા. 9 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો ફાઇનલ મુકાબલો ભલે તટસ્થ સ્થળ પર રમાવાની હોય છે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયાનો આ ચેમ્પિયનશિપ દરમિયાન વિદેશી જમીન પર રેકોર્ડ કિવિ ટીમથી સારો રહ્યો છે. ન્યુઝીલેન્ડે ડબ્લ્યૂટીસી દરમિયાન 2019થી 2021 વચ્ચે પાંચ શ્રેણી રમી હતી. જેમાં ભારત, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ ઘરમાં શ્રેણી જીતી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.કિવિ ટીમની શરૂઆત સારી રહી ન હતી. શ્રીલંકા સામેની 2019ની શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના હાથે 0-3થી હાર સહન કરવી પડી હતી. બીજી તરફ ભારતની શરૂઆત શાનદાર રહી હતી અને વેસ્ટ ઇન્ડિઝને તેના જ ઘરમાં હાર આપીને પૂરા પોઇન્ટ હાંસલ કર્યાં હતા. આ પછી ટીમ ઇન્ડિયાએ ઘરેલુ શ્રેણીમાં દ. આફ્રિકા અને શ્રીલંકાને હાર આપી હતી. જો કે 2020માં ન્યુઝીલેન્ડના પ્રવાસમાં 0-2થી હાર મળી હતી. બાદમાં કોરોના મહામારીને લીધે ક્રિકેટ ઠપ થઇ ગયું હતું.2020-21માં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવી ભારત માટે ઘણી મહત્ત્વની રહી હતી. યંગ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં 2-1થી હાર આપીને ઐતિહાસિક શ્રેણી વિજય નોંધાવ્યો હતો. ભારતીય ટીમે ડબ્લ્યૂટીસી દરમિયાન ત્રણ સિરીઝ વિદેશમાં રમી. જેમાંથી બેમાં જીત મેળવી હતી.ન્યુઝીલેન્ડ માટે ઇંગ્લેન્ડ માટેનું વાતાવરણ એકમાત્ર ફાયદો પહોંચાડી શકે છે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં કિવિ બોલરો બોલને વધુ સ્વિંગ કરી શકે છે. તેના બેટસમેનોને પણ ઇંગ્લેન્ડની પિચો માફક આવે છે. બીજી તરફ ભારતીય સ્પિનરો અને બેટધરો માટે ઇંગ્લેન્ડની પિચો મદદકર્તા સાબિત થઇ નથી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer