બીજી ટેસ્ટમાં મેદાને પડવા સાથે એન્ડરસન ખાસ વિક્રમ બનાવશે

બર્મિંગહામ, તા.9: ઈંગ્લેન્ડનો અનુભવી ઝડપી બોલર ગુરૂવારે ન્યુઝીલેન્ડ વિરૂધ્ધની બીજી ટેસ્ટમાં મેદાને પડશે ત્યારે તે એક ખાસ સિદ્ધિ હાંસલ કરશે. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાના મામલે તે પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકને પાછળ રાખીને પહેલા સ્થાન પર આવી જશે. બીજી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ એન્ડરસને કહ્યંy કે એક સમયે તેને લાગી રહ્યંy હતું કે ટેસ્ટ ક્રિકેટ માટે તે પરફેકટ બોલર નથી.એન્ડરસને 18 વર્ષ અગાઉ 2003માં લોર્ડસમાં ઝિમ્બાબ્વે વિરૂધ્ધ તેની ટેસ્ટ કારકિર્દી શરૂ કરી હતી. એન્ડરસને કહ્યંy આ વર્ષો અભૂતપૂર્વ રહ્યા. કૂક જેટલી મેચ રમવી મારા માટે ગર્વની વાત છે. મને લાગે છે કે હું બહુ સારો બોલર નથી. કાઉન્ટિ ક્રિકેટથી ઘણો બદલાવ આવ્યો છે. એન્ડરસનના નામે 161 ટેસ્ટ મેચમાં કુલ 616 વિકેટ છે. તે મુરલીધરન (800), વોર્ન (708) અને અનિલ કુંબલે (619) પછીનો ચોથો સર્વાધિક વિકેટ લેનારો બોલર છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer