ભારત ઓલિમ્પિકમાં પહેલીવાર બે ધ્વજવાહક સાથે ઉતરશે

નવી દિલ્હી, તા.9: ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)ના અધ્યક્ષ નરિન્દ્ર બત્રાએ આજે અહીં કહ્યંy છે કે `પુરુષ-ત્રી સમાનતા' સુનિશ્ચિત કરવા અર્થે ભારત આગામી ટોક્યો ઓલિમ્પિકમાં પહેલીવાર બે ધ્વજવાહક સાથે ઉતરી શકે છે. જેમાં એક પુરુષ અને એક મહિલા ખેલાડી હશે. બત્રાએ કહયું કે ધ્વજવાહકોના નામની જાહેરાત ટૂંક સમયમાં જાહેર કરાશે. જો કે હજુ આ મામલે કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. ખેલ મંત્રાલય સાથે વાતચીત કર્યાં બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે દેશના એકમાત્ર વ્યકિતગત સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રા 2016ના રિયો ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભમાં ભારતનો ધ્વજવાહક હતો. આ વખતે મહિલા ખેલાડીમાં પીવી સિંધુ ધ્વજવાહક તરીકે પ્રબળ દાવેદાર છે. તેણે રિયોમાં રજત ચંદ્રક જીત્યો હતો.એવું પણ જાણવા મળે છે કે ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં જાણીતી બ્રાન્ડ વિનાની કિટ સાથે ઉતરશે. આઇઓએ દ્વારા ચીની કંપની લી નિંગની કિટ હટાવી દેવાનો નિર્ણય લેવાયો છે. હાલ બીજી કોઇ કંપની સાથે કરાર થયો નથી. આઇઓએ દ્વારા તાજેતરમાં જ ખેલ મંત્રી કિરણ રિજ્જુની હાજરીમાં લી નિંગની કિટ લોન્ચ કરાઈ હતી. ચીન સાથેના હાલ ખરાબ રાજદ્વારી સંબંધને ધ્યાને રાખીને આઇઓએ દ્વારા આ ફેંસલો લેવામાં આવ્યો છે. બત્રાએ એમ પણ જણાવ્યું કે કિટની બ્રાંડ પર ખેલાડીઓ અવઢવમાં ન પડે તેઓ પોતાની રમત પર ફોકસ કરે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના 100થી વધુ ખેલાડી ચંદ્રક માટે ચુનૌતી રજૂ કરશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer