લખપતમાં બસ રૂટો બંધ કરાતાં મુશ્કેલી : તૂટેલાં તળાવો મરમ્મત કરો

દયાપર (તા. લખપત), તા. 9 : તાલુકામાં ગત વર્ષે વરસાદમાં જે તળાવો, નાના ડેમ વિગેરેને નુકસાન થયેલું છે તેની મરંમત તાત્કાલિક કરાય તેવી માંગ કરાઇ છે.જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા દેશુભા જાડેજાએ જિલ્લા પંચાયત પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તાલુકામાં ઘણા ડેમ, તળાવોને નુકસાની થઇ છે. વરસાદ પહેલાં મરંમત હાથ ધરાય તો ઉપયોગી બની રહે. ઉપરાંત કોરેના મહામારીને ધ્યાને લઇ એસ.ટી. બસના ઘણા રૂટ બંધ કરાયા છે. લોકો ડીઝલના ભાવ વધતાં મોંઘા થયેલા   વાહનભાડાંથી ત્રસ્ત છે, ત્યારે બંધ એસ.ટી. બસ રૂટોને વહેલી તકે ચાલુ કરાય તેવી પણ શ્રીમતી જાડેજાએ એસ.ટી. વિભાગીય નિયામકને પત્ર દ્વારા માંગ કરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer