પૂર્વ કચ્છ પોલીસ બેડામાં 43 કર્મીઓની બદલી

ગાંધીધામ, તા. 9 : પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં સામાન્ય બદલીઓ બાદ આજે પૂર્વ કચ્છના 43 પોલીસ કર્મીઓની અરસપરસ બદલી કરવામાં આવી હતી.પશ્ચિમ કચ્છ બાદ પૂર્વ કચ્છમાં પણ સામાન્ય બદલીઓનો ધમધમાટ શરૂ થયો હતો. એક જગ્યા ઉપર જેમનો સમય પૂર્ણ થયો છે તેમને ક્યાં જવું છે તે લેખિતમાં જાણ કરવા જણાવાયું હતું, જે અંતર્ગત પોલીસકર્મીઓએ પોતાની મનપસંદ અને માફક આવે તેવી જગ્યા ઉપર બદલી કરવા માંગ કરી હતી. જેના ઉપર ચર્ચા-વિચારણાચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. તેવામાં આજે પૂર્વ કચ્છના 43 જેટલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એ.એસ.આઇ.ની અરસપરસ બદલી કરવામાં આવી હતી તેમજ જનરલ બદલી ટૂંક સમયમાં થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer