નવી કારના બદલામાં જૂની આપવાના કેસમાં આગોતરા

ભુજ, તા. 9 : નવી કારની ખરીદી કરનારા અત્રેના ગ્રાહકને વપરાયેલી કાર આપી દેવાના મામલે નોંધાયેલા છેતરપીંડીના ફોજદારી કેસમાં આરોપી નિરેન વિનોદ કંસારાને જિલ્લા અદાલતે આગોતરા જામીન આપ્યા હતા. ભુજના બૈજુ કાનજી પોમલ દ્વારા આ કિસ્સામાં ફરિયાદ લખાવાઇ હતી. આરોપી નિરેન કંસારા માટે મુકાયેલી આગોતરા જામીન અરજીની સુનાવણી અત્રેના આઠમા અધિક સેશન્સ જજ સમક્ષ થઇ હતી. બન્ને પક્ષને સાંભળીને ન્યાયાધીશે આગોતરા જામીન આપતો આદેશ કર્યો હતો. આ સુનાવણીમાં અરજદારના વકીલ તરીકે સંતોષાસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય, જીગરદાન એમ. ગઢવી અને પરાગ જોશી રહયા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer