કંડલામાં કેટલાક ટેન્ક ટર્મિનલ સામે પર્યાવરણ સંબંધી ફરિયાદ

ગાંધીધામ, તા. 9 : મહાબંદર કંડલા આસપાસ વિવિધ પેટ્રોલિયમ પ્રોડક્ટ તથા રસાયણોનો સંગ્રહ કરતા ટેન્ક ફાર્મ પૈકી કેટલાક દ્વારા પર્યાવરણ અને સીઆરઝેડના નિયમોનું ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ વિવિધ સ્તરે કરાઇ છે.અહીંના પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન નામક સંસ્થાએ જિલ્લા કલેક્ટર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, રાજ્યના વન-પર્યાવરણ સચિવ વગેરેને પત્ર પાઠવીને રજૂઆત કરતાં જણાવ્યું છે કે કેટલાક ટર્મિનલમાં ખતરનાક અને અતિજ્વલનશીલ રસાયણોનો સંગ્રહ થાય છે.મહાબંદરથી પાઇપલાઇન મારફત આવાં કેમિકલનું વહન થાય છે. આ તમામ પ્રક્રિયામાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થાય છે. સંગ્રહ ટાંકાઓની તથા પાઇપલાઇનોની સફાઇ બાદ આ ગંદા પાણી ખુલ્લામાં વહાવી દેવાય છે, જેનાથી પર્યાવરણ જોખમાય છે.આવા ટેન્ક ફાર્મ ફાયર અને સેફ્ટીના નિયમોનું પણ ઉલ્લંઘન કરે છે. જેથી સમગ્ર વિસ્તારનું પર્યાવરણ અને સુરક્ષા જોખમાય છે. પત્રમાં સંસ્થાના ચેરમેન વિષ્ણુ મોરીએ આઇ.એમ.સી. ટર્મિનલ સામે આક્ષેપ કરીને પણ પગલાંની માંગ કરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer