ભુજ તાલુકાના વિવિધ રસ્તાઓ માટે રૂા. 12.65 કરોડ મંજૂર

ભુજ, તા. 9: વિધાનસભા મત વિસ્તાર માટે ધારાસભ્યની રજૂઆતને સફળતા સાંપડી છે અને રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ માર્ગો માટે રૂા. 12.65 કરોડ મંજૂર કરાતાં આનંદની લાગણી ફેલાઈ હતી. ભુજ તાલુકાના વિવિધ માર્ગો માટે ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ કરાયેલી સતત રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કાચાથી ડામર અને વાઈનિંગ રસ્તાઓ મુખ્યમંત્રી  ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરી જોબ નંબર ફાળવાયા હતા. રસ્તાઓનું મજબૂતીકરણ થવાથી લોકોને સુવિધા સાથે ટ્રાફિક સમસ્યા હલ થશે. તેવી આશા વ્યકત થઈ રહી છે. જે-તે વિસ્તારના આગેવાનો તરફથી થયેલી રજૂઆત સંદર્ભે ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી જેને સફળતા સાંપડી છે. વિસ્તારના આગેવાનો-કાર્યકર્તાઓ વતી નીમાબેને મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer