રાષ્ટ્રીય પારિતોષિક માટે શિક્ષકોએ 20મી જૂન સુધી નામાંકન કરવું

ભુજ, તા. 9 : જિલ્લાની સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી રાષ્ટ્રીય પારિતોષિક 2020 માટે નામાંકન ભરવા ઇચ્છુકે પોતાનાં નામની નોંધણી આગામી તા. 20મી જૂન સુધી એમ.એચ.આર.ડી.ની વેબસાઇટ વાાિંાિં://ક્ષફાશિંજ્ઞક્ષફહફૂફમિતાજ્ઞાંયિંફભવયતિ.યમીભફાશિંજ્ઞક્ષ.લજ્ઞદ.શક્ષ પર કરવાની રહેશે. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય, શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ નવી દિલ્હી દ્વારા `શિક્ષકો  માટેની રાષ્ટ્રીય પારિતોષિક' યોજના અમલમાં છે. આ યોજનામાં પારદર્શિતા લાવવા માટે પારિતોષિકની પ્રતિષ્ઠા વધારવા શિક્ષકો દ્વારા ઓનલાઇન સ્વનામાંકન જિલ્લા-પ્રાદેશિક અને રાજ્ય-સંગઠન પસંદગી સમિતિ દ્વારા શિક્ષકોની પંસદગી યાદી સૂચિબદ્ધ કરવા અને રાષ્ટ્રીય કક્ષાએ સ્વતંત્ર જ્યુરી દ્વારા અંતિમ પસંદગી કરવા માટે સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer