માંડવીમાં 19 જૂનથી નિ:શુલ્ક આંખ ઓપરેશનનો કેમ્પ યોજાશે

ભુજ, તા. 9 : રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા આંખની તપાસણીના કેમ્પો સમગ્ર ગુજરાત તથા કચ્છમાં થતા હતા, તેમાં દરેક મહિનાની 19 તારીખના માંડવી મધ્યે લોહાણા બોર્ડિંગમાં યોજવામાં આવતા હતા તે કેમ્પ ફરી તા. 19 જૂનથી માંડવીમાં શરૂ થઇ રહ્યા છે. આ કેમ્પમાં આંખની તપાસણી કરીને મોતિયાનાં ઓપરેશનલાયક આ ઓપરેશન અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફટ, ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણિ) સાથે વિનામૂલ્યે ઓપરેશનો રાજકોટ મધ્યે કરવામાં અવાશે. અત્યાર સુધી હજારો લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે તા. 19/6ના જેન્તીભાઇ જગશીભાઇ દાના માલી પરિવાર માંડવીવાળા સહયોગી દાતા રહેશે. કેમ્પનો લાભ લેવા માંડવી લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશ ગણાત્રા, મંત્રી જયેશ સોમૈયા, સહમંત્રી હસમુખ ઠક્કર, મેડિકલ કેમ્પના કન્વીનર શશિકાંત ચંદે તથા દિનેશ કોટક, દીપક સોનાઘેલા, મહેન્દ્ર ચોથાણી અને જયંતીલાલ કોઠારી તરફથી અપીલ કરવામાં આવી છે. કેમ્પમાં સ્વયંસેવકની કામગીરી સેવા મૌલિક ચંદારાણા અને કિશોર ગટ્ટા, હંસરાજભાઇ માલમ, જયસુખભાઇ રાઠોડ, બહાદુરસિંહ જાડેજા, શંકરભાઇ ખારવા, રામજીભાઇ ઠક્કર અને મોહમદ સલીમ જકરિયા મેમણ વિગેરે સંભાળે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer