નલિયામાં કાલે આંખ અને ફિઝિયોથેરાપી કેમ્પ

ભુજ, તા. 9 : કેસીઆરસી (અંધજન મંડળ) ભુજ ગાયત્રી પવાર નલિયા, નલિયા લોહાણા મહાજન, તૃપ્તિબેન આશર સ્મૃતિ સેવા ટ્રસ્ટ અને ધનલક્ષ્મીબેન આઇયા સા. ચેરિ. ટ્રસ્ટ નલિયાના સંયુકત આયોજીત આંખો માટેનો કેમ્પ, હાડકા અને સ્નાયુના દુ:ખાવા માટે ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન તા. 11/6ના શુક્રવારે સવારે 10થી 1 કરાયું છે.નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી નલિયા કચ્છ ખાતે યોજાનારા આ મેગા કેમ્પમાં આંખોના રોગ ફકત મોતિયો અને વેલ માટેનું નિદાન સારવાર કરીને દવા ટીપાં સંસ્થા તરફથી નિ:શુલ્ક અપાશે. આંખના મોતિયાના-વેલના ઓપરેશન કે.સી.આર.સી. આઇ હોસ્પિટલ ભુજમાં બે દિવસ મફત કરી અપાશે. આંખોમાં કીકીની તકલીફ, પડદાની તકલીફ, ઝામર, છારી, ફુલ્લા, નાસૂર વિગેરે તકલીફો માટે તપાસ કરીને દવા ટીપાં ફ્રી અપાશે. એવી મોટી તકલીફોવાળા દર્દીઓને કચ્છમાં અગર કચ્છ બહાર ઓપરેશન રાહત ભાવે અને જરૂરતમંદને તદ્દન ફ્રી પણ ધનલક્ષ્મીબેન આઇયા સ. ચેરિ. ટ્રસ્ટ નલિયા મારફત કરાવી અપાશે. અબડાસા, લખપત, નખત્રાણા તાલુકાના સર્વે લોકો આ આંખના કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.આ સાથે શરીરના હાડકાંનો દરેક જાતનો દુ:ખાવો, સ્નાયુનો કોઇપણ જાતનો દુ:ખાવો, ખભાનો દુ:ખાવો, પીઠનો દુ:ખાવો, ઘૂંટણનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો, લકવો, વા, સંધિવા, શરીર જકડાઇ ગયું હોય તેવા તમામ દર્દીઓને  કેસીઆરસી હોસ્પિટલના નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટ અને તેમની ટીમ દ્વારા ફિઝિયોથેરાપીની સેવા મળશે. તેમજ ભુજ ખાતે સેવા કાયમી રાહતભાવે કેસીઆરસી હોસ્પિટલમાં એ જ ટીમ દ્વારા નિયમિત મળશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer