માધાપરમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 50 બોટલ લોહી એકત્ર

માધાપરમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 50 બોટલ લોહી એકત્ર
માધાપર, તા. 14 : `તેરા તુજકો અર્પણ' યુવા સંગઠન દ્વારા ગુજરાત અદાણી ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ, જી.કે. જનરલ હોસ્પિટલ તથા હિન્દુ યુવા વાહિનીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું વિનોદભાઈ પુરષોત્તમભાઈ સોલંકી, લાયન્સ ભવન, જૂનાવાસ-માધાપર ખાતે આયોજન કરાયું હતું. જેમાં 50 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ  પારૂલબેન રમેશભાઈ કારાના હસ્તે કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ તેમજ કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી હિતેશભાઈ ખંડોર, માધાપર રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ દાદુભા ચૌહાણ, પૂર્વ ઉપસરપંચ વિજયભાઈ રાજપૂત, બાપા સીતારામ મઢુલીના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, લિયો ક્લબના પ્રમુખ અલ્પેશભાઈ ટાંક, ઉપસરપંચ કલુભા વાઘેલા, હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ ભાવેશભાઈ આહીર, સોની સમાજના પૂર્વ પ્રમુખ વસંતભાઈ સોની, પાટ હનુમાનજી મંદિરના પ્રમુખ પ્રવીણભાઈ ખોખાણી, ભાનુશાલી સમાજના પ્રમુખ વીનેશભાઈ ભાનુશાલી, ગ્રામ પંચાયતના સદસ્ય લીનાબેન ઠક્કર, ફતેહદાનભાઈ ગઢવી, કાંતિભાઈ ગઢવી, રાણાભાઈ ડાંગર, ભુજ તાલુકા ભાજપના મહામંત્રી દિનેશભાઈ ઠક્કર, એડવોકેટ અમૃતલાલ મહેશ્વરી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં 50 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. હાલ 18થી 45ની વય ધરાવતા યુવાઓનું વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે જે પણ વ્યક્તિ વેક્સિન લે તે રક્તદાન કરી શકતા નથી. આવા સમયમાં લોહીની તંગી ન સર્જાય તે હેતુથી તેમજ આવનાર સમયમાં થેલેસેમિયાગ્રસ્ત લોકોને પણ લોહીની અછત ન થાય તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા વિજય સી. રાજપૂત, શક્તિસિંહ એમ. જાડેજા, અલ્પેશભાઈ ટાંક, રાણાભાઈ ડાંગર, ભરતભાઈ આહીર, કુલદીપસિંહ ડી. ચૌહાણ, મયૂરભાઈ જોષી, ભાવેશભાઈ આહીર, રોહિતભાઈ ઠક્કર, વિજયભાઈ રબારી, નીતિનભાઈ પરમાર, નારણસિંહ જાડેજા, નટુભાઈ રાજપૂત, કિંચનભાઈ ઠક્કર તેમજ યુવા કાર્યકરોએ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer