કચ્છી લાલરામેશ્વર આશ્રમ દ્વારા સેવાભાવી સંસ્થાને અપાયું અન્નદાન

કચ્છી લાલરામેશ્વર આશ્રમ દ્વારા સેવાભાવી સંસ્થાને અપાયું અન્નદાન
ભુજ, તા. 14 : કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારાના માનસિક દિવ્યાંગોના ભોજન માટે, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોની ટિફિન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોના ભોજન માટે તથા કોરોના સંકટમાં ભૂખ્યાને ભોજન આપવા માટે બે હજાર કિલો ઘઉં, એક હજાર કિલો ચોખા, દશ કિલો મગફાડા તથા અઢીસો કિલો ખાંડ અર્પણ કરાઈ હતી. હરિદ્વાર આશ્રમના હરિદાસજી મારાજ, ભાવેશ મારાજ, મેનેજિંગ ટ્રસ્ટી તથા કારભારી પઠાઈભાઈ ભાનુશાલી તેમજ પાલારા રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના વસંતભાઈ અજાણી તથા જીવદયા પ્રેમી અરવિંદભાઈ ગોરના સહકારથી માનવજ્યોત સંસ્થાને અન્નદાન અપાયું હતું. સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની નોંધ લઈ કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વારા દ્વારા માનવજ્યોતને અન્નદાન અર્પણ કરાયું હતું. માનવજ્યોત વતી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા શંભુભાઈ જોશી, કરશનભાઈ ભાનુશાલીએ આભાર માન્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer