ગાંધીધામ લીલાશાહ કોવિડ કેન્દ્રમાં વિશ્વ નર્સિંગ ડેની થઈ ઉજવણી

ગાંધીધામ લીલાશાહ કોવિડ કેન્દ્રમાં વિશ્વ નર્સિંગ ડેની થઈ ઉજવણી
ગાંધીધામ, તા. 14 : લીલાશાહ કુટિયા ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલમાં વિશ્વ નર્સિંગ ડે ની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ગાંધીધામ સંકુલના વિવિધ દાતાઓના સહકારથી કાર્યરત થયેલા  કોવિડ  સારવાર કેન્દ્રમાં  નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે ગાંધીધામનાં નગરસેવિકા મનીષાબેન પટેલ  કેક લઈને આવ્યાં હતાં. અત્રે સેવા આપતા નર્સિંગ સ્ટાફની હાજરીમાં કેક કાપીને આ અવસરને ઉજવી કોરોનાયોદ્ધાનો આભાર વ્યકત કરાયો હતો. આ વેળાએ સાવન ઠક્કરના સહયોગથી નર્સિંગ સ્ટાફ, તબીબ, રાષ્ટ્રીય સ્વયંસેવકો  પોલીસ કર્મચારીઓને  ચોકલેટ આપી  મીઠું મોં કરાવાયું હતું . સેન્ટરમાં  રાત-દિવસ સેવા આપતા કોરોનાયોદ્ધાઓને  બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. કાર્યક્રમમાં ડો. પાર્થ જાની, ડો. રમેશ ચૌધરી, આશિષભાઈ જોષી, પુનિત દુધરેજિયા, મોમાયાભા ગઢવી, પરેશભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer