સંકટ સમયે પરસ્પરની મદદ કરવી એ તમામ ધર્મની શીખ

સંકટ સમયે પરસ્પરની મદદ કરવી એ તમામ ધર્મની શીખ
ગાંધીધામ, તા. 14 : સંકુલમાં આજે ઇદ-ઉલ-ફિત્રની કોરોના સંક્રમણ પગલે સાદગીભરી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સંકટના સમયે પરસ્પરની મદદ કરવી એ તમામ ધર્મની શીખ હોવાનું સમજાવાયું હતું. તમામ ભાઇઓને ઇદની મુબારકબાદી પાઠવતાં અગ્રણી હાજી જુમાભાઇ રાયમાએ જણાવ્યું હતું કે પરસ્પરની મદદ એ ભારત દેશની પરંપરા રહી છે. તેમણે આ તબક્કે ભાઇચારો અને શાંતિ કાયમ રહે તેવી અપીલ કરી હતી. મસ્જિદે તયબાહ ખાતે સામાજિક અંતર સાથે ઇદની નમાજ અદા કરાઇ હતી. ખુતબો મૌલાના શૌકતઅલી અકબરીએ પઢયો હતો. તેમણે તમામ ભારતવાસીઓ માટે દુવા કરતાં કહ્યું હતું કે, કોરોના મહામારી દેશમાંથી નાબૂદ થાય, શાંતિ અને  ભાઇચારો કાયમ રહે તથા દેશ પ્રગતિ કરે અને વિશ્વસ્તરે તે મહાસત્તા બને. તેમણે આ તબક્કે તમામ ભારતવાસીઓને ઇદની શુભેચ્છા પાઠવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer