`તૌકતે'' વાવાઝોડાને પગલે જિલ્લાના તમામ કર્મચારી-અધિકારી જગ્યા ન છોડે

ભુજ, તા. 14 : આથી કચ્છ જિલ્લામાં આવેલા રાજ્ય સરકારની કચેરીઓના વડાઓને સૂચિત કરવામાં આવે છે કે, રાહત કમિશનર અને અધિક સચિવ મહેસૂલ વિભાગ,ગાંધીનગરના તારીખ 12/5ના પરિપત્ર અને વિગતે ભારતના હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે, જેના સંદર્ભમાં સાવચેતી અને સલામતીના પગલાં કોવિડ પ્રોટોકોલ સાથે સુનિશ્ચિત કરવાના થાય છે.તારીખ 12/5ના વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવેલી મિટિંગમાં અપાયેલી સૂચના મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. આવા સંજોગોને ધ્યાને લેતાં જિલ્લાના તમામ અધિકારી / કર્મચારીઓએ આગામી 20/5/2021 સુધી કલેક્ટરની પરવાનગી વિના હેડક્વાર્ટર નહીં છોડવા જણાવવામાં આવે છે તથા તેમ કરવામાં ચૂક થશે તો સંબંધિતો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવાની કાર્યવાહી કરવામાં આવશે જેની સ્પષ્ટ નોંધ લેવા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા માહિતી ખાતાની યાદીમાં જણાવવામાં આવેલું છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer