જોકોવિચ-નાદાલ ઈટાલિયન ઓપનની ક્વાર્ટરમાં : દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશની છૂટ

રોમ, તા. 14 : દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ અને સ્પેનના સ્ટાર રાફેલ નાદાલ ઇટાલિયન ઓપનની કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. બન્ને ખેલાડીએ તેમની જીતનો જશ્ન સ્ટેડિયમમાં દર્શકોની વાપસી સાથે મનાવ્યો હતો. સર્બિયના જોકોવિચે એલેજાંદ્રો ડેવિડોવિચ સામે એક તરફી 6-2 અને 6-1થી જીત મેળવી હતી. જ્યારે નાદાલને કવાર્ટર ફાઇનલમાં પહોંચવા સંઘર્ષ કરવો પડયો હતો. એક સેટથી પાછળ રહ્યા બાદ નાદાલનો કેનેડાના ખેલાડી ડેનિસ શેપોલ્વ વિરુદ્ધ 3-6, 6-4 અને 7-6થી વિજય થયો હતો. ઇટાલિયન ઓપનના શરૂઆતના રાઉન્ડમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશની અનુમતિ મળી ન હતી, પણ ઇટાલી સરકારના નિર્ણય બાદ ગુરુવારથી સ્ટેડિયમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer