મને આ બિન્દાસ્ત ટીમ પર ઘણું જ ગૌરવ છે : કોચ શાત્રી

નવી દિલ્હી, તા. 14 : ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાત્રીએ કહ્યંy છે કે તેની ટીમ દરેક વિઘ્ન સહજતાથી પાર કર્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનનું સ્થાન હાંસલ કરવા માટે હકદાર હતી. આઇસીસીના વાર્ષિક અપડેટ બાદ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ પહેલા સ્થાને યથાવત છે. આથી કોચ શાત્રી ખુશ છે. શાત્રીએ ટ્વિટ કર્યું છે કે ટીમે નંબર એકનો તાજ હાંસલ કરવા માટે પોતાનો દૃઢ સંકલ્પ અને એકાગ્રતાનો શાનદાર નમૂનો રજૂ કર્યો. આ બધી સફળતા ખેલાડીઓએ તેમના જોરે મેળવે છે. વચ્ચેમાં નિયમ બદલાયા, પણ ભારતીય ટીમે તેની રાહમાં આવનાર તમામ વિઘ્ન પાર કર્યા. મારા ખેલાડીઓ મુશ્કેલ સમયમાં આકરી કસોટી વચ્ચે ક્રિકેટ રમ્યા. મને આ બિન્દાસ ટીમ પર ઘણો જ ગર્વ છે. રવિ શાત્રી 2017થી ભારતીય ટીમના મુખ્ય કોચ છે. વિશ્વ કપ 2019 બાદ તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. આઇસીસીના ટેસ્ટ ક્રમાંકમાં ભારતીય ટીમ 121 રેટિંગ સાથે ટોચ પર છે. જ્યારે બીજા સ્થાન પરની ટીમ ન્યૂઝીલેન્ડના 120 રેટિંગ છે. બન્ને ટીમ વચ્ચે 18થી 22 જૂન દરમિયાન આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાવાની છે. આ પછી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer