ભુજના ઘરફોડ ચોરીના કેસમાં આરોપીના જામીન નામંજૂર

ભુજ, તા. 14 : શહેરમાં કેમ્પ વિસ્તારમાં માનસિક રોગની હોસ્પિટલ વિસ્તારમાં રહેતા દિનેશભાઇ મોહન દરજીના બંધ ઘરમાંથી થયેલી ચોરીના કેસમાં પકડાયેલા આરોપી અમીર જુશબ તુરીયાના જામીન નામંજુર કરાયા હતા. ગત તા. 18મી એપ્રિલના ચોરીનો આ કિસ્સો બન્યો હતો. જેની તપાસ દરમ્યાન બી. ડિવિઝન પોલીસે આરોપી અમીર તુરીયાની ધરપકડ કરી હતી. આરોપી માટે મુકાયેલી જામીન અરજીની સુનાવણી જિલ્લા કોર્ટમાં થઇ હતી. મુખ્ય જિલ્લા ન્યાયાધીશે બન્ને પક્ષને સાંભળી જામીન અરજી નામંજુર કરતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઇ એ. મહેશ્વરી તથા ફરિયાદ પક્ષ વતી ભાવેશ ડી. દરજી, વિવેકાસિંહ આર. જાડેજા, બી.એમ. સોરઠિયા, સ્નેહ બી. ગોસ્વામી અને સ્મીત બી. ગોસ્વામી રહયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer