સુખપરમાં બાઇકની ચોરીના કેસનો પોલીસે તાગ મેળવ્યો

ભુજ, તા. 14 : તાલુકાના સુખપર ગામે ભાણભટ્ટ વિસ્તાર ખાતેથી ગત બુધવારે સાંજથી રાત્રિ દરમ્યાન આ વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ આમદ જતની સ્પ્લેન્ડર બાઇકની ચોરી થવાના કિસ્સાનો તાગ સ્થાનિક માનકૂવા પોલીસે મેળવી લીધો હતો. આ બાબતે આરોપી સુખપરના મફતનગર કોળીવાસ ખાતે રહેતા દિપક રાજા કોળીની ધરપકડ કરાઇ હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર રૂા. 40 હજારની કિંમતનું આ દ્વીચક્રી ચોરાવા વિશે ફરિયાદ લખાવાયા બાદ માનકુવા પોલીસે તપાસ આદરી હતી. જે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરિશચન્દ્રાસિંહ જાડેજાની બાતમીના આધારે પગલાં લઇને આરોપીને પકડી પાડી તેની પાસથી ચોરાઉ બાઇક કબ્જે કરાઇ હતી. કાર્યવાહીમાં ઇન્સ્પેકટર એમ.આર. બારોટના માર્ગદર્શન તળે સ્ટાફના સભ્યો જોડાયા હતા.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer