ભુજમાં દ્વીચક્રી વાહનની ચોરી વિશેનો વધુ એક કિસ્સો દફતરે

ભુજ, તા. 14 : શહેરમાં જી.આઇ.ડી.સી. વિસ્તાર ખાતેથી તાલુકાના ઢોરી ગામના પ્રકાશ માવજી મેરીયાની બાઇક કોઇ હરામખોરો ચોરી ગયા હોવાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પારસ એન્જિનીયરીંગ નજીકથી આ બાઇક ચોરી જવાઇ હતી. ભુજ બી. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer