અંજારમાં સાત જુગારી 49 હજાર સાથે પકડાયા

ગાંધીધામ, તા. 14 : અંજારના ગોકુળનગરમાં ખોડિયાર મંદિરની સામે જાહેરમાં જુગાર ખેલતા 7 શખ્સોને પકડી પાડી પોલીસે રોકડા રૂપિયા 49,230 જપ્ત કર્યા હતા. ગોકુલનગરમાં ખોડિયાર મંદિરની સામે એક ઓટલા ઉપર અમુક શખ્સો પત્તા ટીંચી રહ્યા હતા ત્યારે આજે ખરા બપોરે અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીં બેઠેલા શંભુ રતા બોરીચા, હસમુખ કરમશી ખાંડેકા, શામજી કાનજી નાકડા, લતીફશા મેરશા શેખ, લાલમામદ ફતેશા શેખ, સંજય ધરમશી મઢવી અને બળદેવ લાલજી મારાજ નામના શખ્સોને દબોચી લીધા હતા. અહીં જાહેરમાં પત્તા ટીંચતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 49,230 જપ્ત કરવામાં આવ્યા હતા. માસ્ક પહેર્યા વગર અને સામાજિક અંતર ન જાળવનારા આ શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગનો અલાયદો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer