વધુ પ્રવાસી બાબતે ભુજના બે ટ્રાવેલ્સની બસ સામે કાર્યવાહી

ભુજ, તા. 14 : વર્તમાન સમયને અનુરૂપ જારી કરાયેલી માર્ગદર્શિકાનો ભંગ કરીને ખાનગી લક્ઝરી બસમાં નિયત કરતાં વધુ પ્રવાસીની સવારીના મામલે બે ખાનગી ટ્રાવેલ્સની બસ પદ્ધર પોલીસે પકડી તેના ચાલકો સામે જાહેરનામા ભંગ વિશે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પદ્ધર પોલીસે જારી કરેલી યાદી મુજબ ભુજના સ્વામિનારાયણ ટ્રાવેલ્સ અને ખાવરા ટ્રાવેલ્સની બે લકઝરીની તપાસણી કરાતાં તેમાં નિયમ મુજબ 50 ટકાથી વધુ ઉતારુ જણાયા હતા. આ બાબતે બન્ને વાહનના ચાલક લાખોંદના અલ્તાફ અબ્દુલ્લા જત અને મિરજાપરના વાલજી ખેતા ગરવા સામે જાહેરનામા ભંગ વિશે ગુનો દાખલ કરાયો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer