વરસામેડી સીમમાંથી અજ્ઞાત યુવાનનો મૃતદેહ મળી આવ્યો

ગાંધીધામ, તા. 14 : અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં એરપોર્ટ ચાર રસ્તા પાસે એક ખુલ્લા ખેતરમાંથી 30થી 35 વર્ષીય એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. વરસામેડીમાં રહેતા કેસાભાઈ ગોવાભાઈ રબારી પોતાના કામથી ગઈકાલે સાંજે એરપોર્ટ ચાર રસ્તાથી જઈ રહ્યા હતા ત્યારે અત્યંત દુર્ગંધ આવતી હોઈ આ યુવાન ખુલ્લા ખેતરમાં જોવા ગયો હતો. અહીં ખેતરમાં 30થી 35 વર્ષીય એક યુવાનની લાશ પડી હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ અજાણ્યા યુવાનનું મોત બે-ત્રણ દિવસ પહેલાં થયું હશે. તેની લાશ કોહવાઈ ગયેલી હતી અને મોઢું જનાવરોએ ફાડી ખાધું છે. તેનું મોત ખરેખર કેવા કારણોસર થયું હશે તે માટે આ લાશને જામનગર ખાતે પી.એમ. માટે મોકલવામાં આવી છે. આ યુવાન કોણ હતો તેની શોધખોળ પોલીસે જારી રાખી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer