72 જિનાલય તીર્થને કલ્પવૃક્ષ સમાન લેખાવાયું

માંડવી, તા. 14 : 72 જિનાલય ખાતે આજે અખાત્રીજના દિને જૈન મુનિ તથા સાધ્વીજીના વર્ષીતપનાં સાદાઈથી પારણાં થયાં હતાં. 72 જિનાલય તીર્થે વર્ષીતપ પૂર્ણાહુતિ-ઈક્ષુરસ પારણાં આજે આચાર્ય કવીન્દ્રસાગર સૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં કંચનસાગરજી મ.સા., પૂર્ણગુણાશ્રીજી મ.સા., જિનપ્રભાશ્રીજી મ.સા., હર્ષકિરણાશ્રીજી મ.સા., જયશીલાશ્રીજી મ.સા. હર્ષશીલાશ્રીજી મ.સા.,અર્હમ્શીલાશ્રીજી મ.સા., ત્યાગશીલાશ્રીજી મ.સા.,વીતરાગશીલાશ્રીજી મ.સા., હિતદર્શાશ્રીજી મ.સા. યોગદૃષ્ટિશ્રીજી મ.સા., જૈનમ્કલાશ્રીજી મ.સા., કિરણકલાશ્રીજી મ.સા.ના વર્ષીતપનાં પારણાં કરાયાં હતાં. 20મા વર્ષીતપના તપોનિધિ કવીન્દ્રસાગરસૂરિશ્વરજી મ.સા.એ મંગલાચરણ કરી આશીર્વાદ પાઠવ્યા હતા. રત્નાકરસાગરજી મ.સા., ભાગ્યોદયસાગરજી મ.સા., કલ્પતરુસાગરજી મ.સા.એ 72 જિનાલય તીર્થને કલ્પવૃક્ષ સમાન ગણાવી આજે વર્ષીતપના પવિત્ર દિવસે અનેક પુણ્યાત્માઓના તપનાં પારણાંનો તેજ ચોમેર ફેલાઈ રહ્યો છે. કોરોનાના સમયમાં સાદાઈથી પારણાંનું આયોજન કરાયેલું, તેમાં પણ વિવિધ દાતાઓએ લાભ લઈ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન હોવાનું જણાવ્યું હતું. જિનાલયને 25મું વર્ષ થઈ રહ્યું છે, ત્યારે આ ભૂમિ ઉપર તપસ્વીઓના તેજ ઝળકી રહ્યા છે. અચલગચ્છદાધિપતિ દાદાસાહેબ ગૌતમસૂરિશ્વરજી મ.સા.ના હસ્તે દીક્ષિત થયેલા દાદાગુરુણી પ્રવર્તિની મહતરા ગુલાબશ્રીજી મ.સા.ના પરિવારના  ખીરભદ્રાશ્રીજી મ.સા.ના શિષ્યાઓ નિર્મલગુણાશ્રીજી મ.સા., જ્યોતિપ્રભાશ્રીજી મ.સા.ના 61મા સંયમ પર્યાયની અનુમોદનાર્થે સંસારી પરિવાર ભાગ્યોદયસાગરજી મ.સા.ના સંયમ જીવન અનુમોદનાર્થે જ્યોતિષ્પ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી વારિષેણાશ્રીજી મ.સા.ના આત્મશ્રેયાર્થે માતુશ્રી રતનબેન વજપાર વીરજી દેઢિયા (નાના આસંબિયા) હસ્તે પુત્રી મણિબાઈ હેમરાજ હરશી બૌઆ (તુંબડી), લક્ષ્મીબેન વલભજી વેલજી ગાલા (નાના આસંબિયા), હીરાવંતીબેન પ્રાણજીવન નાગજી છેડા (કાંડાગરા), માતુશ્રી સુંદરબેન ગાંગજી રામજી સાવલા (મોટા આસંબિયા) તેમજ સાધર્મિક ભક્તિનો લાભ કસ્તૂરબેન રવિલાલ ઠાકરશી સંગોઈ પરિવાર (પુનડી)એ લીધો હતો. અન્યત્ર સ્થળે હિતવર્ધનસાગરજી મ.સા.-પાલિતાણા તીર્થ મધ્યે અક્ષયકીર્તિશ્રીજી મ.સા.-ડોણ ખાતે કનકગુણાશ્રીજી મ.સા.-ભોજાય, પાર્શ્વગુણાશ્રીજી મ.સા., મેરાઉ નિપુણરત્નાશ્રીજી મ.સા., કચ્છ અપૂર્વયશાશ્રીજી મ.સા., માંડવી વીરવંદનાશ્રીજી મ.સા. શેરડી ખાતે પારણા કર્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા ટ્રસ્ટના શામજીભાઈ, રમણીકભાઈ, છગનભાઈ વિ. તથા બિપિનભાઈ તેમજ કાર્યક્રમનું સંચાલન વિધિકાર સંગીતકાર ચંદ્રકાંતભાઈ દેઢિયા (બિદડા)એ કર્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer