આંશિક લોકડાઉનને બદલે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાદવા થતી અપીલ

ગાંધીધામ, તા. 14 : શહેરમાં લાદવામાં આવેલાં લોકડાઉન જેવાં કડક નિયંત્રણોને લઈને વેપારીઓને વેઠવી પડતી  હાલાકી સંદર્ભે ભારતનગર વેપારી  એસોસિએશને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.વેપારી સંગઠનના મંત્રી સુનિલ પારવાણીએ લેખિત રજૂઆત કરતા એક પત્રમાં કહ્યંy હતું કે કોરોનાને કારણે વેપારીવર્ગ છેલ્લાં એક વર્ષથી આર્થિક ભીંસમાં આવી ગયો છે. તેવામાં આંશિક લોકડાઉનની મુદ્દતમાં વધારો કરાતાં વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. માત્ર ભુજ અને ગાંધીધામમાં નિયંત્રણો મુકાયાં છે. આ વિસ્તારની નજીક તથા અન્ય સ્થળો રાબેતા મુજબ કાર્યરત છે. શહેરોમાં બેફામપણે  લોકોની અવર-જવર ચાલુ છે. આ બાબત કેટલા અંશે યોગ્ય કહેવાય. વારંવાર લોકડાઉનની મુદ્દતમાં વધારો થતો રહેશે તો   નાનાં વેપારીનાં એકમો ભાંગી પડશે. વારંવાર લોકડાઉનની જગ્યાએ  સંપૂર્ણ ગુજરાત સજ્જડ બંધ કરી,  ટેસ્ટિંગ  અને રસીકરણ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો  કેસો અંકુશમાં આવશે. ત્યારબાદ વેપારીઓ ધંધા -રોજગાર કરી શકશે. વેપારીઓ  દુકાન - મકાન ભાડાં, રોજિંદા ખર્ચા, બેંકની લોનના હપ્તા  વગેરે ચાલુ હોવાથી હવે દુકાનો બંધ રાખવી  શક્ય ન હોવાથી કોરોનાની માર્ગદર્શિકા પ્રમાણે રોજગાર ખોલવાની છૂટ આપવા અરજ કરાઈ હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer